Home> India
Advertisement
Prev
Next

બજેટ દરમિયાન સંસદમાં લાગ્યા મોદી-મોદીના નારા, રાહુલ ગાંધીના હાવભાવ હતા જોવા જેવા

મોદી સરકારે પોતાના કાર્યકાળનું છેલ્લુ બજેટ રજુ કર્યું. દરેક વર્ગનો ખાસ ખ્યાલ પણ રાખ્યો. તેમણે મીડલ ક્લાસને બમ્પર રાહત આપી જ્યારે ખેડૂતોનો પણ ખાસ ખ્યાલ રાખ્યો. મજૂરોને માસિક પેન્શન આપીને તેમનું પણ સન્માન કર્યું. પીયૂષ ગોયલ જેમ જેમ જાહેરાતો કરી રહ્યાં હતાં ત્યારે ભાજપના સાંસદો મેજ થપથપાવીને જાહેરાતોનું સ્વાગત કરી રહ્યાં હતાં. જેવી પીયૂષ ગોયલે 5 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી કે સંસદમાં મોદી મોદીના નારા લાગવા લાગ્યા હતાં. ત્યારે રાહુલ ગાંધી મોંઢા પર હાથ રાખીને બેસી રહ્યાં હતાં. 

બજેટ દરમિયાન સંસદમાં લાગ્યા મોદી-મોદીના નારા, રાહુલ ગાંધીના હાવભાવ હતા જોવા જેવા

નવી દિલ્હી: મોદી સરકારે પોતાના કાર્યકાળનું છેલ્લુ બજેટ રજુ કર્યું. દરેક વર્ગનો ખાસ ખ્યાલ પણ રાખ્યો. તેમણે મીડલ ક્લાસને બમ્પર રાહત આપી જ્યારે ખેડૂતોનો પણ ખાસ ખ્યાલ રાખ્યો. મજૂરોને માસિક પેન્શન આપીને તેમનું પણ સન્માન કર્યું. પીયૂષ ગોયલ જેમ જેમ જાહેરાતો કરી રહ્યાં હતાં ત્યારે ભાજપના સાંસદો મેજ થપથપાવીને જાહેરાતોનું સ્વાગત કરી રહ્યાં હતાં. જેવી પીયૂષ ગોયલે 5 લાખ સુધીની આવકને ટેક્સ ફ્રી કરવાની જાહેરાત કરી કે સંસદમાં મોદી મોદીના નારા લાગવા લાગ્યા હતાં. ત્યારે રાહુલ ગાંધી મોંઢા પર હાથ રાખીને બેસી રહ્યાં હતાં. 

વીડિયો જોવા માટે કરો ક્લિક... મોદી સરકારનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક, મીડલ ક્લાસને મળી આ ભેટ

ચૂંટણી પહેલા જ મોદી સરકારે કરદાતાઓ માટે મોટી જાહેરાત કરી. મોદી સરકારે જાહેરાત કરી કે પાંચ લાખથી ઉપરની આવકવાળા લોકોને 13000 રૂપિયાનો ફાયદો થશે. આ સાથે જ એફડીના વ્યાજ પર 40,000 રૂપિયા સુધી ટેક્સ ભરવો પડશે નહીં. અત્યાર સુધી 10,000 સુધીના વ્યાજ પર ટેક્સ નહતો. રોકાણની સાથે 6.5 લાખ રૂપિયાની આવક ઉપર કોઈ ટેક્સ ભરવો પડશે નહીં. મહિલાઓએ બેંકમાં 40,000 રૂપિયા સુધીના વ્યાજ પર ટેક્સ ભરવો પડશે નહીં. 

બજેટ 2019 પર ગિરિરાજ સિંહે કહ્યું- 'અબ કી બાર મોદી સરકાર 400 કે પાર'

આ બાજુ ગ્રેજ્યુઈટી અંગે પણ મોટી જાહેરાત થઈ છે. ગોયલે ગ્રચ્યુઈટીની ચૂકવણી મર્યાદાને 10 લાખથી વધારીને 20 લાખ કરી દીધી છે. તેનો અર્થ એ છે કે હવે  પાંચ વર્ષ બાદ નોકરી છોડનારા લોકોને મળનારી વધુમાં વધુ રકમ 10 લાખ રૂપિયાની રાશિને વધારીને વધુમાં વધુ 20 લાખ રૂપિયા કરાઈ છે. 

આ બધી જાહેરાત  થતા જ સાંસદોએ ખુશીમાં મોદી મોદીના નારા  લગાવ્યાં હતાં. પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી મોં વકાસીને સંસદમાં બેઠેલા જોવા મળ્યાં. જાણે લોકસભાની ચૂંટણી પહેલા જ મોદી સરકારની સિક્સરથી રાહુલ ગાંધીને મોટો આઘાત લાગી ગયો. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More